ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ: રાજ્યપાલે સરકારને ગ્રામીણ વિસ્તારો તરફ ધ્યાન આપવા આગ્રહ કર્યો - પશ્ચિમ બંગાળ રાજનીતિ

પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે જીવન અને સંપત્તિને ભારે અસર પહોંચી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ જગદીપ ધનખરે મમતા સરકારને રાજ્યના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આવા ક્ષેત્રોને અવગણી શકાય નહીં. સંપૂર્ણ સમાચાર વાંચો ...

રાજ્યપાલ જગદીપ ધનખર
રાજ્યપાલ જગદીપ ધનખર

By

Published : May 27, 2020, 7:02 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે મમતા સરકારને રાજ્યના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી, જ્યાં વાવાઝોડા પછી પરિસ્થિતિ ખૂબ ખરાબ બની ગઈ છે.

પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે જીવન અને સંપત્તિને ભારે અસર થઈ છે. રાજ્યપાલ ધનખરે કહ્યું, "આપણે આરોપ-પ્રત્યારોપની આ રમતનો અંત લાવવો જોઈએ અને ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન આપવું જોઈએ, જ્યાં પરિસ્થિતિ ભયાનક છે." તેમણે કહ્યું કે આવા ક્ષેત્રોને અવગણી શકાય નહીં.

તે જ સમયે, વાવાઝોડાથી ખરાબ રીતે પ્રભાવિત પશ્ચિમ બંગાળ માટે, કેન્દ્ર સરકારે એક હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ તેની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારની એક ટીમ ટૂંક સમયમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે બંગાળની મુલાકાત લેશે. સોમવારે કેબિનેટ સચિવ રાજીવ ગોબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી) ની બેઠકમાં પશ્ચિમ બંગાળમાં બચાવ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details