ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અવંતિપોરા એન્કાઉન્ટર: સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા - સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના સંબોરા વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. વિસ્તારમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલાક વધુ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે.

By

Published : Sep 28, 2020, 9:05 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરામાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ તેના વિશે માહિતી આપી હતી.

સુરક્ષા દળોએ આતંકીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સંબોરા વિસ્તારમાં નાકાબંધી કરી હતી, જ્યાં અગાઉ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું કે અવંતિપોરામાં એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા છે. વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.

કેટલાક વધુ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details