ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: પમ્પોરના લાલપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, જ્યારે એક આતંકીએ કર્યું સરેન્ડર - સેના દ્વારા સર્ચ આપરેશન

જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં ગુરુવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થવાના સમાચાર સામે આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ સંદર્ભમાં નિવેદન જારી કર્યું છે. જ્યારે એક આતંકીએ સરેન્ડર કર્યું છે.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર

By

Published : Nov 6, 2020, 8:05 AM IST

Updated : Nov 6, 2020, 11:46 AM IST

  • જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં સેના અને આંતકી વચ્ચે એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, એક આતંકીએ કર્યું સરેન્ડર
  • સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં સેના અને આતંકી વચ્ચેના એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. પમ્પોરના લાલપોરા વિસ્તારમાં ગુરુવારે સાંજે શરૂ થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે એક આતંકીએ સરેન્ડર કર્યું હોવાની માહિતી મળી છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે.

સર્ચ ઓપરેશન શરૂ

અત્યાર સુધી માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ નથી.આ અગાઉ કાશ્મીર ઝોન પોલીસે ગુરુવારે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં આતંકીઓની હાજરીની સુચના મળી હતી જે બાદ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ફાયરિંગમાં બે અજાણ્યા લોકો ઘાયલ થયા છે.

Last Updated : Nov 6, 2020, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details