આજે દેશમાં એરફોર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આંતકીઓ ઘાટીમાં ઘ્રુજવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જમ્મુ કાશ્મીર પોલીસને જાણકારી મળતા અવંતીપોરા વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. જેમાં સેનાએ એક આંતકીને ઠાર કર્યો છે.
JK: અવંતીપોરામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ, એક આંતકી ઠાર - જમ્મુ કાશ્મીર
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના અવંતીપોરા જિલ્લામાં સુરક્ષા દળો અને આંતકવાદીઓની વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આંતકીને ઠાર કરવામાં આવ્યો છે. કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ જોઈન્ટ ઓપરેશન કર્યું હતું. મંગળવાર સવારથી અથડામણ શરૂ છે.
army
આ સમગ્ર કાર્યવાહીમાં હથિયાર અને કાર્તુસ મળ્યા છે. હજુ પણ આ વિસ્તારમાં આતંકી ધુસ્યા હોવાની આશંકા છે.
ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખાણ હજુ સુધી થઇ શકી નથી, સર્ચ ઓપરેશન ચાલુ છે.