ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ - સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

શનિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓ ઠાર કર્યા હતા, જે બાદ આ એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ

By

Published : May 31, 2020, 7:05 AM IST

જમ્મુ-કાશ્મીર : કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પોશક્રેરી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. જે બાદ સુરક્ષાદળો દ્વારા આ એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.પોલીસ મહાનિર્દેશક (આઈજીપી) કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, શનિવારે સવારે કુલગામના વાનપોરા ખુદાવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ એક ઘરની અંદર છુપાયેલા હતા.

મળતી માહીતી મુજબ દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા વિસ્તારમાં આંતકીઓ છુપાયેલા હતા. જે બાદ ભારતીય સેના,SOG,CRPF ની ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ત્યારે ગુરૂવારે દક્ષિણી કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાદળોના કાફિલા પર નિષ્ફળ હુમલો કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details