શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 5 આતંકી ઠાર - Terrorists
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર માર્યા છે.
એન્કાઉન્ટર
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાનમાં સેના અને આતંકીઓ વચ્ચે ગત કેટલાક દિવસોથી સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સેનાને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાએ ગત ચાર દિવસમાં 14 આતંકીઓને ઠાર માર્યા છે.
આજના એન્કાઉન્ટરમાં સેનાએ પાંચ આતંકીઓને ઠાર માર્યા છે. હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એકે-47 રાયફલ સહિત અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
Last Updated : Jun 10, 2020, 2:31 PM IST