જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી સાથે અથડામણ, DSP શહિદ - Gujarati news
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં ડીએસપી અમન ઠાકુર શહિદ થયા છે. આ સાથ જ એક જવાન પણ ઘાયલ થયા છે. જેમને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બેથી ત્રણ આંતકી હજી પણ ઘરમાં છુપાયા હોવાની જાણકારી છે. જો કે, હજુ પણ ઓપરેશન ચાલુ છે.
સ્પોટ ફોટો
જણાવી દઈએ કે, શ્રીનગરના ઘણા વિસ્તારમાં રવિવારે અલગાવાદિઓનાં બંધ હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ વાતની માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરના 5 સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.