શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે એક આતંકી મસ્જિદમાં ઘૂસી ગયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાના પમ્પોરી વિસ્તારમાં મીઝમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ જ્યારે સુરક્ષા દળ પર ફાયરિંગ કર્યું તે બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને અન્ય એક સ્થાનિક મસ્જિદમાં આશરો લેવા ઘુસી ગયો હતો. હાલમાં સેના દ્વારા ઓપરેશન ચાલુ છે.