શ્રીનગરઃ એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના અવંતિપોરામાં પમ્પોરીના મીઝ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આજે સવારે કાર્યવાહી શરૂ કરી હતી.
જમ્મુ-કાશ્મીર: અવંતિપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ - આતંકવાદી
જમ્મુ-કાશ્મીરના અવંતિપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
તેમણે કહ્યું કે, આતંકવાદીઓ દ્વારા સેનાના જવાનો પર ફાયરિંગ કરાયા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગ હજી ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.