શ્રીનગર : શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લાના ડેંજરપોરા વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે જવાન શહીદ થયા છે. આ તકે મળતી માહિતી મુજબ સુરૂક્ષા દળ દ્વારા તપાસ અભિયાન દરમિયાન આ અથડામણ સર્જાઇ હતી.
J-K: પુલવામામાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 જવાન શહીદ - અથડામણ
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે જવાન શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીર : પુલવામામાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે બારામૂલા જિલ્લાની સીમારેખા પાસે પાકિસ્તાની સૈનિકો તરફથી ગોળીબારીમાં ઘાયલ બે જવાન શહીદ થયા હતા.
પાકિસ્તાને શુક્વારે ઉત્તર કાશ્મીરના બારામૂલાના રામપુર સેક્ટરમાં સીમારેખા પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ જેમાં ત્રણ જવાનો અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલમાં 4 વર્ષની બાળકી પણ સામેલ હતી.
Last Updated : May 2, 2020, 12:10 PM IST