શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના શોપિયાનમાં બુધવાર સવારે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીને ઠાર કર્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્સે આ માહિતી આપી હતી. મંગળવારે સાંજથી શોપિયાનમાં ઘર્ષણ ચાલી રહ્યું હતું. શોપિયાન જિલ્લાના મેલ્હોરા વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમીના આધારે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સમાચાર મુજબ આ વિસ્તારમાં આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘેરાયેલા વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ હોવાની શક્યતા છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લામાં શુક્રવારે સુરક્ષા બળો સાથે થયેલા ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરના શોપિયાનાના દૈપુર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સુરક્ષા દળોએ શુક્રવારે સવારે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ કર્યું હતું.