શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળે એક આતંકવાદીને ઠાર માર્યો છે. મળતી માહિતી મુજબ આ એન્કાઉન્ટર રાજૌરીના કાલાકોટ વિસ્તારમાં થયું છે.
રાજૌરીમાં સૈન્યએ એક આતંકવાદીને ઠાર માર્યો - જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સૈન્યએ એક આતંકવાદીને ઠાર માર્યો છે, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે.
રાજોરીમાં સૈન્યએ એક આતંકવાદીને ઠાર માર્યો
સુરક્ષાદળને આ વિસ્તારમાં 2-3 આતંકવાદી છુપાયાની માહિતી મળી હતી. જેથી સૈન્યએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કાશ્મીરના કુલગામ વિસ્તારના યારીપોરા બજારમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં એક સ્થાનિક ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Last Updated : Jun 5, 2020, 6:43 AM IST