ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર - Two terrorists shot dead

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ જેમાં બે આતંકવાદીઓને ઠાર કરાયાં છે.

એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

By

Published : May 30, 2020, 11:24 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વાનપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ. તેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

સેનાને આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી, સેના અને પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને આ વિસ્તારને કોર્ડન કર્યો હતો.

સેના અને પોલીસને જોઇને આતંકીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે આતંકી માર્યા ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details