ગુજરાત

gujarat

ETV Bharat / bharat

J-K: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 4 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત - જમ્મુ-કાશ્મીરના શોપિયામાં અથડામણ

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં રવિવારે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. અત્યાર સુધીમાં 4 આતંકીઓનો સેનાએ ખાત્મો બોલાવ્યો છે. આ સાથે જ હજી 2-3 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે સવારથી આ આતંકીઓને ઝડપી લેવાનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 4 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત
શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 4 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન યથાવત

By

Published : Jun 7, 2020, 5:24 PM IST

જમ્મુ-કાશ્મીર : શોપિયા જિલ્લામાં રવિવાર સવારથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. અત્યાર સુધીની માહિતી અનુસાર એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનો દ્વારા 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. હજુ પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. રવિવાર સવારથી જ તેમને પકડવા માટે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રથમ ગોળીબાર બાદ રેબન ગામમાં ફાયરિંગ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું, જે પછી ફરી એકવાર ફરી શરૂ થયું છે. સુરક્ષાદળો આતંકવાદીઓને શોધવા માટે આગળ વધી રહ્યા હતા, ત્યારબાદ આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, હિઝબુલ જૂથનો મોટો આતંકવાદી જૂથ સુરક્ષા જવાનોથી બચવા માટે એક મકાનમાં છુપાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિઝબુલના 5-6 આતંકીઓ ઘરમાં છુપાયેલા હતા. સુરક્ષા કર્મીઓએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને તેમને પકડવાના પ્રયાસો શરૂ છે.

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબન વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જ્યારે જવાનો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. હકીકતમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ હોવાના ઈનપુટ મેળવ્યા બાદ શોપિયાના રેબન ગામને ઘેરી લીધું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીો છુપાયેલા હોય શકે છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબન વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામસામે ગોળીબાર થયા હતા. જેમાં પોલીસ સેનાના 1 આરઆર અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું અને રેબેન વિસ્તારનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.

સુરક્ષા દળોની સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી ત્યારે છુપાયેલા આતંકીઓ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. વળતા સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સુરક્ષા દળો અને આતંકવાદીઓની સંયુક્ત ટીમ વચ્ચે અથડામણની પુષ્ટિ કરી છે.

ABOUT THE AUTHOR

...view details