શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરા સેક્ટરના ગોરીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે આતંકી અને તેના એક સહાયકને ઠાર કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર - ગોરીપોરા
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરા સેક્ટરના ગોરીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે આતંકી અને તેના એક સહાયકને ઠાર કરવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યા અનુસાર, સેનાએ અવંતીપુરાના ગોરીપોરામાં આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જે દરમિયાન અવંતીપુરાના ગોરીપોરામાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર મળ્યા હતા. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને કોર્ડન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં એક ઓપરેશનમાં ચાર આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. એક તરફ આખું વિશ્વ કોરોના વાઈરસના સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ આતંકી સંગઠનો ભારતમાં અશાંતિ ફેલાવાની ફિરાકમાં રહે છે.