અહીં હાથીના ટોળાએ ગામમાં ઘણુ બધું નુકશાન કર્યું હતું. ઘટના સ્થળ પર પહોંચેલા વન અધિકારીઓએ મૃતકના પરિવારને સહાયના ભાગરુપે 50 રૂપિયા આપ્યા છે.
ઝારખંડમાં વિફરેલા હાથીએ મા-દિકરીને કચળીને મારી નાખ્યા - attack
રાંચી: ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં મંગળવારે એક 10 વર્ષિય છોકરી અને તેની માતાને હાથીઓએ કચળીને મારી નાખ્યા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર કોસી કેંજહિયા ગામમાં વિફરેલા હાથીઓનું એક ટોળું ઘુસી આવ્યું હતું. જ્યાં 55 વર્ષિય તુલિયા દેવીના ઘર પર હુમલો કર્યો હતો તથા સાથે સાથે તેમની નાની દિકરી મેહથી કુમારીને પણ કચળી નાખી હતી જેમાં બંનેનું મોત થયુ હતું.
file
આ બંનેના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
એક સંખ્યા મુજબ જોઈએ તો અત્યાર સુધીમાં ઝારખંડમાં લગભગ 700થી વધારે લોકો હાથીના ઝપટમાં આવી જતા મોતને ભેંટ્યા છે.