હૈદરાબાદઃ સાર્સ-કોવિ૨ નામનો વાઇરસ કોવિડ-19 રોગચાળો ફેલાવવા માટે જવાબદાર વાઇરસ છે. જેના કારણે આરોગ્યલક્ષી બાબતોમાં ખુબ ઝડપી ફેરફાર આવ્યા છે. અંધરામમય સ્થિતિમાં વાઇરસનો સામનો કરવા માટે મેસેચ્યુસેટ્સ જનકલ હોસ્પિટલના નવા સંશોધન દ્વારા ઇલેટ્રોનીક્સ કન્સલ્ટેશન કે ઇ- કનસલ્ટની પધ્ધતિનો ઉપયોગનું સુચન કરાયુ છે. રિપોર્ટસ મુજબ ઇ-કન્સલ્ટસ પધ્ધતિ ખાસ કરીને સામાજીક અંતરને સાચવતા સમયે અને PPE કીટ જેવા રક્ષણાત્ક સાધનો માંગણી ઘટાડવ માટે અસરકારક સાબિત થઇ શકે છે.
ડો. નીલમ એ ફડકે એમડી, ડો. જેસન વાસ્ફી એમડીએ તેમના સાથી તબીબો સાથે ૧લી ફેબ્રુઆરી, 2020થી 1લી એપ્રિલ 2020 સુધી માસ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે થતા કન્સ્લ્ટેશનના રિપોર્ટસની તપાસ કરી હતી. જે અગેં આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ ટેકનોલોજી ક્લિનિકલ માં નિષણાંતો દર્દીને બિમારીને લગતા પ્રશ્નો પુછવામાં આવે છે અને પછી રેકોર્ડની ચકાસણી કર્યા બાદ આ દર્દીને ઇલેક્ટ્રોનિક પધ્ધતિથી આરોગ્યની સારવાર માટે ભલામણ કરે છે. જેથી કોઇ દર્દી અને નિષ્ણાંત તબીબનો સંપર્ક રહેતો નથી.
માસ જનરલના ઇમ્યુનોલોજીસ્ટ અને હેલ્થ પોલીસીના ડો. ફડકેએ કહ્યુ કે અમે પહેલાથી જ તમામ ઉમર દર્દીઓની નિયમિત તપાસ કરી છે. જેમાં નાના બાળકોના રોગ માટેની રસીથી માંડીને સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી બિમારીઓ અંગે મૂલ્યાંકન કર્યુ છે.
“નિષ્ણાંતોએ કરેલી આગાહી મુજબ આપણો દેશ આગામી 18 થી 24 મહિના સુધી કોવિડ-19ની અસર જોવા મળી શકે છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આપણે આરોગ્ય સંભાળ પધ્ધતિમાં આગળનું પગલુ ભરવુ પડશે અને દર્દીઓને યોગ્ય રીતે સારવાર મળી રહે તે માટે વૈકલ્પિક સારવારની પધ્ધતિની જરુરી છે. ઇ કન્સ્લ્ટ્સ આ બાબતનો ઉપાય છે જ્યારે દર્દીના સીધી સંપર્કમાં આવ્યા વિના દર્દીને હોસ્પિટલ કે ક્લિનિક પર બોલાવ્યા વિના સારવાર કરાવી શકાશે.” તેમ ડો. ફડકેએ જણાવ્યુ હતુ.
ઇ કન્સ્લ્ટેશન પ્લેટફોર્મના ઉપયોગથી દર્દી એપોઇન્ટમેટ લઇને તે તબીબી નિષ્ણાંતો પાસેથી ગમે ત્યારે ખાનગી મેસેજથી કે વિડિયો કોન્ફરન્સથી સલાહ લઇ શકે છે. ઇ કન્સ્લ્ટેશન પ્લેટફોર્મ GDDR અને અન્ય સિક્યોરીટીથી સજ્જ હોવાથી તબીબને ખાતરી મળે છે કે તેમના દર્દીની વિગતો સુરક્ષિત રહેશે અને કોઇ સાયબર ક્રીમીનલ કે છેતરપીંડી કરનાર ખોટો ઉપયોગ નહી કરી શકે. તેમ ડો. ફડકે ઉમેર્યુ...