રામધારી સિંહ દિનકરની આ ધરતીમાં ડાબેરીઓનો હંમેશા દબદબો રહ્યો છે.બેગૂસરાયમાં આમ તો સાત વિધાનસભા આવે છે પણ આ સીટ પર હાલ એક પણ ધારાસભ્ય નથી. બિહાર વિધાનસભાના પહેલા ધારાસભ્ય ચંન્દ્રશેખર પણ અહીંથી ચૂંટાયા હતા. બેગૂસરાયમાં ભૂમિહાર બહૂસંખ્યક છે. કનૈયા કુમાર તથા ગિરિરાજ સિંહ બંને આ આ કમ્યુનિટી સાથે સંબંધ ધરાવે છે.
2014માં આ સીટ ભાજપના ખાતામાં જતી રહી હતી અગાઉ અલગ અલગ પાર્ટી પાસે હતી. ભાજપના ભોલા સિંહને અહીંથી 58 હજાર મતથી જીત મળી હતી.
બિહારનો લેનિનગ્રાદ તથા લિટલ મૉસ્કો ગણાતું બેગૂસરાય આ વખતે રાજ્યમાં સૌથી હોટ સીટમાં સામેલ થઈ ગયું છે. તેનું એક જ કારણ છે આ વખતે આ સીટ પરથી વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર અહીંથી ચૂંટણી લડી રહ્યો છે. દેશદ્રોહના આરોપના કારણે પ્રખ્યાત થયેલો આ યુવાનને લોકો કૂતુહલથી જોઈ રહ્યા છે. આ યુવાનને હાલ લોકો ચૂંટણી લડતો જોઈ આશ્ચર્યથી જોવે છે.
રાજનીતિ વિજ્ઞાનમાં પીએચડીની ડિગ્રી મેળવેલા અને ગરીબ ઘરના કનૈયાની ટક્કર ભાજપના મોટા નેતા ગિરિરાજ સિંહ સાથે થવાની છે. સાથે સાથે તનવીર હસન મહાગઠબંધનના ઉમેદવાર પણ છે.
જેએનયુની ઘટના બાદ દેશદ્રોહીની કથિત રીતે છબીની વિરુદ્ધમાં ભાજપે પણ કટ્ટર હિન્દુત્વના નેતા ગિરિરાજને એટલા માટે જ ઉતાર્યા છે. ગિરિરાજ સિંહે નવાદાથી ટિકીટ માગી રહ્યા હતા. નવાદ સીટ આ વખતે રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના ખાતામાં જતી રહી છે.
ગત લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર તનવીર હસને બેગૂસરાયમાં ભાજપ ઉમેદવારને ટ્ક્કર આપી હતી. પરંતુ ભાજપના ભોલા સિંહથી તેઓ 58,000 થી વધારે મતથી હારી ગયા હતા. તે ચૂંટણીમાં માકપાના રાજેન્દ્ર પ્રસાદ સિંહ ત્રીજા સ્થાન પર રહ્યા હતા.
બેગૂસરાય સીટ પર સમગ્ર દેશની નજર છે. દિલ્હી વિશ્વવિધાલયના રાજનીતિ વિજ્ઞાનના સહાયક પ્રોફેસર રાજન ઝા બેગૂસરાય ચૂંટણી પર ધ્યાન રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે, કનૈયાએ વામપંથી વોટબેંકને સુરક્ષિત તો રાખી છે. પરંતુ અન્ય પાર્ટીઓની વોટબેંકમાં ઘૂસ મારવામાં સફળ રહ્યા છે. જે કારણે બેગૂસરાયમાં કનૈયાની સ્થિતિ મજબૂત બની ગઈ છે.
તેમણે કહ્યું કે, બિછવાડા, બખરી અને તેઘડા વિધાનસભા સીટ કનૈયાની પોતાની વોટબેંક છે, જ્યારે ચેરિયા બરિયારપુર, બેગૂસરાય અને મટિહાનીના અન્ય પાર્ટીઓના વોટબેંકમાં કનૈયાએ ઘુસ મારી છે. રાજન ઝા કહે છે કે, કનૈયાના પક્ષમાં બઘા મતદાન કેન્દ્રોમાં મત મળ્યા પણ નક્કી માનવામાં આવી રહ્યું છે.
બેગૂસરાયના સ્થાનિક લોકોનું માનવું છે કે, કનૈયાની વધતી લોકપ્રિયતાથી ભાજપ અને RJD માટે ખતરો છે. વિસ્તારના ભાજપના સમર્થકોનું માનવું છે કે, મતદાતાઓની વચ્ચે PM મોદીનું આકર્ષણ યથાવત છે, જ્યારે વિપક્ષી ગઠબંધને આશા છે કે, સામાજિક અંકગણિતથી તેની ભરપાઈ કરી દેશે. ગિરિરાજ સિંહ કહી ચૂક્યાં છે કે, મોદી જ દરેક સીટ પર ઉમેદવાર છે.
બેગૂસરાયના વરિષ્ઠ પત્રકાર શ્યામા ચરણ મિશ્ર કહે છે કે, ગિરિરાજ સિંહની ભૂમિહાર, સવર્ણો, કુર્મી અને પછાત વર્ગમાં સારી પકડ છે, જ્યારે RJDની મુસ્લિમ, યાદવ અને પછાત જાતિઓ પર સારી પકડ છે. તેમણે કહ્યું કે, RJD ઉમેદવારના હોત તો, કનૈયાની જીત પાકી હતી.
તેમણે કહ્યું કે, RJD અને વામપંથીના સંયુક્ત ઉમેદવાર ના ઉતારવાથી ભાજપ વિરોધી મત વહેચાઈ જવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે, જે ભાજપ માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે.
શ્યામા ચરણ મિશ્રે કહ્યું કે, આ ત્રણ પાર્ટીઓની પાસે પોત પોતાની વોટબેંક છે. હજી એ જોવું રસપ્રદ રહેશે કે, ત્રણેય ઉમેદવાર કોના ગઢમાં ઘૂસ મારી શકશે. મતોનું ધ્રુવીકરણ જે ઉમેદવાર રોકવામાં સફળ રહશે, જીત તેની થશે. જો આવું ન થાય તો પરિણામ અણધાર્યું હશે.
અહીં નોંધનીય છે કે, બેગૂસરાયમાં ચોથા તબક્કામા 29 એપ્રિલે મતદાન થશે અને પરિણામ 23 મે એ આવશે.