પાકિસ્તાન સ્થિત ભારતીય રાજદુત અને જશ્ન-એ-જમ્હુરિયત નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 23 મે બપોરે 12 વાગ્યે પાકિસ્તાનના ઇસ્લામાબાદથી ભારતીય એજન્સીના ઓડિટોરિયમ હોલ અને બહારની બાજુએ ખાસ સ્ક્રિન મુકવામાં આવશે. જેમાં ચૂંટણીના પરીણામોને લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ સાંજે 7.30 કલાકે પરિણામ બાદ ડિબેટ રાખવામાં આવી છે.
લોકસભાનું ચૂંટણી પરિણામ પાકિસ્તાનમાં દર્શાવાશે LIVE, એમ્બેસીએ કર્યું ખાસ આયોજન
ઇસ્લામાબાદ: લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકોની વાર છે. 23 મેના રોજ સવારે 8 વાગ્યાથી સમગ્ર દેશમાં તમામ લોકસભા બેઠકો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. ભારતમાં તો મતગણતરી અને પરિણામની લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સ્થિત ભારતીય એમ્બેસીએ પાકિસ્તાનમાં ભારતીય લોકસભાની મતગણતરી અને પરિણામનું પ્રસારણ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
લોકસભાનું ચૂંટણી પરિણામ પાકિસ્તાનમાં દર્શાવાશે LIVE, એમ્બેસીએ કર્યું ખાસ આયોજન
લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવે, પરંતુ તેનાથી સૌથી વધુ ફરક પાકિસ્તાનને પડે તેમ છે. કારણ કે પાકિસ્તાનના મીડિયા હાઉસની નજર ભારતના ચૂંટણી પર જ છે. તેઓ દરેક તબક્કે બ્લોગ લખે છે અને પાકિસ્તાન સોશિયલ મીડિયામાં પણ લોકસભા ચૂંટણીની ચર્ચાઓ થઇ રહી છે.