ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી, 24 ઓક્ટોબરે મતગણતરી - Poll Dates announcement

નવી દિલ્હીઃ દેશમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. આ અંગે ચૂંટણી પંચ બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં બંને રાજ્યોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત થઈ હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરે મતગરણતરી થશે. આ ઉપરાંત ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી પણ આ જ તારીીખે થશે.

ec

By

Published : Sep 21, 2019, 9:15 AM IST

Updated : Sep 21, 2019, 12:42 PM IST

ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે..

  • મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજથી આચારસંહિતા લાગુ
  • મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી
  • મહારાષ્ટ્રમાં મતદાતાઓની સંખ્યા 8.94 કરોડ
  • 1.8 લાખ EVM મશીનનો થશે ઉપયોગ
  • હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી
  • બંને રાજ્યોની ચૂંટણી હશે પ્લાસ્ટિક મુક્ત
  • 30 દિવસમાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ આપવો પડશે
  • મહારાષ્ટ્રમાં 9 નવેમ્બર સુધીનો કાર્યકાળ
  • હરિયાણામાં 2 નવેમ્બર સુધીનો કાર્યકાળ
  • હરિયાણામાં 1.28 કરોડ મતદાર
  • ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની સીમા 28 લાખ
  • 21 ઓક્ટોબરે બંને રાજ્યમાં મતદાન થશે
  • 24 ઓક્ટોબરે મતગણતરી કરાશે
  • 5 ઓક્ટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે
  • 27 ઓક્ટોબરે જાહેર થશે નોટિફિકેશન
  • ગુજરાતની 4 બેઠકો ઉપર યોજાશે પેટા ચૂંટણી

ગુજરાતની આ બેઠકો પર યોજાશે ચૂંટણી

  1. લુણાવાડા : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
  2. અમરાઈવાડી : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
  3. ખેરાલુ : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.
  4. થરાદ : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.
Last Updated : Sep 21, 2019, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details