ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજધાનીનું રણ: સ્પેશિયલ સર્વેલન્સ રૂમમાંથી ચૂંટણી પંચની 'બાજ નજર' - દિલ્હી વિધાનસભા ચૂંટણી ન્યૂઝ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ગુરુવારે સાંજે આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. મુખ્ય ચૂંટણી અધિકારીના અનુસાર કુલ 3141 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા 144 છે. અમુકને રિયલ ટાઇમ મોનિટરિંગમાં સામેલ કરવામાં આવ્યા છે. શાહિન બાગમાં 5 મતદાન મથક છે.

election
રાજધાનીનું રણ

By

Published : Feb 6, 2020, 9:12 PM IST

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભામાં ચૂંટણીના દિવસી પોલિંગ લોકેશન અને બુથ પર થનારી ગતિવિધીઓ પર ચૂંટણી પંચની ટીમ બાજ નજર રાખશે. ETV ભારતે સ્પેશિયલ સર્વેલન્સ રૂમની મુલાકાત લીધી હતી.

રાજધાનીનું રણ: સ્પેશિયલ સર્વિલાંલ રૂમથી ચૂંટણી પંચ 'બાજ નજર' રાખશે

IT સેલના નોડલ ઓફિસર વિવેક મિતલે જણાવ્યું કે, દરેક જિલ્લામાં ડેશબોર્ડ છે. જેનાથી ત્યાં જેટલા પણ કેમરા લાગેલા છે. તે બધામાં રિયલ ટાઇમ ટેડા ડેશબોર્ડથી એકસેસ કરી શકાય છે. કેમરાની સંખ્યાની 6000થી વધારે છે.

રિટર્નિંગ ઓફિસર પણ બાજ નજર રાખશે.

મિતલે જણાવ્યું કે, સર્વેલન્સ ટીમથી અલગ જિલ્લાના ચૂંટણી અધિકારી અને રિટર્નિગ અધિકારી પણ આ કેમરાને એકસેસ કરી શકે છે. જિલ્લામાં બનાવેલા વેબકાસ્ટિંગ નોડલ અધિકારી તેની માહિતી આપશે.

IT સેલના નોડલ ઓફિસર વિવેક મિતલે જણાવ્યું કે, 8 ફેબ્રુઆરી સવારે 5 કલાકે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યલયમાં અધિકારીઓની હાજર થશે. સર્વેલન્સ ટીમ વોટિંગ સમાપ્ત થયાના 1 કલાક બાદ ત્યાંજ સ્થિતિ પર નજર રાખશે. જેમાં ટાઇમ એક્સટેંડ કરવાની જરૂર પડે તો તેને પણ એક્સટેંડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન યાજાશે. જેનું પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details