નવી દિલ્હી: ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, દિલ્હીમાં કુલ 62.59 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ કુલ વોટિંગ ટકામાં સવાલો ઉઠાવ્યાં હતા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી : કુલ 62.59 ટકા મતદાન થયું - election commission news
દિલ્હીના મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. રણબીર સિંઘે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, દિલ્હી વિઘાનસભા ચૂંટણીમાં 62.59 ટકા મતદાન થયું છે.
દિલ્હી
દિલ્હીના મુખ્ય ચૂંટણી કમિશનર અધિકારી ડૉ. રણબીર સિંહે જણાવ્યું કે, બલ્લીમારાન વિધાનસભા વિસ્તારમાં સૌથી વધારે 71.6 ટકા મતદાન થયું છે. દિલ્હીની કેટમાં સૌથી ઓછું 45.4 ટકા મતદાન થયું છે.
દિલ્હી ચૂંટણી કમિશનર ડૉ. રણબીર સિંહે કહ્યું કે, મતદાનની ટકાવારી ડેટા રિટર્નિંગ ઓફિસર આપે છે. જે આખી રાત વ્યસ્ત હોય છે. જે બાદ તેઓ સ્ક્રૂટિનીમાં વ્યસ્ત થઇ જાય છે.