PM મોદી પર બનનારી બાયોપિકની જાહેરાત બાદથી જ ફિલ્મ અત્યંત ચર્ચામાં છે. જો કે, હવે આ ફિલ્મના નિર્માતા મુશ્કેલીમાં સપડાઇ શકે છે. ચૂંટણી પંચે ફિલ્મને ચૂંટણી પહેલા રિલીઝ કરવાને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેવામાં ફિલ્મની રિલીઝને પાછળ લઇ જવા મામલે ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે.
'PM નરેન્દ્ર મોદી'ની બાયોપિકને આવ્યું ચૂંટણી પંચનું તેડું - Election
PM મોદી પર બનનારી બાયોપિક ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી'ના 4 પ્રોડ્યુસરને ચૂંટણી પંચ દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. PM મોદીની બાયોપિક બનવાની શરુઆત થઈ ત્યારથી જ વિવાદોમાં સપડાયેલી છે. કોઈને કોઈ બાબતે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી રહે છે.
ડિઝાઈન ફોટો
ચૂંટણી પંચે ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' ફિલ્મના 4 પ્રોડ્યુસરને નોટિસ મોકલી છે. કોંગ્રેસ અને CPMએ ફિલ્મની રજૂઆત વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પ્રચાર માટે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી' ફિલ્મના પોસ્ટર પ્રકાશિત કરવા બદલ ચૂંટણી પંચે 20 માર્ચના રોજ બે અખબારોને નોટિસ મોકલી હતી. નોંધનીય છે કે, આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવા જઇ રહી છે. જો કે, પહેલા આ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની હતી.