ભારતીય રેલવે દ્વારા રેલ્વે ટિકિટ પર મુદ્રિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા બાબતે ચૂંટણી પંચે રેલ્વે મંત્રાલયને બીજી વખત સૂચના મોકલી છે. ચૂંટણી પંચે રેલ્વે મંત્રાલયને આજે જવાબ આપવા માટે જણાવ્યુ છે.
ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીના ફોટા વાળી ટિકિટ બાબતે રેલ્વે પાસેથી જવાબ માંગ્યો - gujaratinews
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે અને આચારસંહિતાનો ચૂંટણીમાં યોગ્ય અમલ થાય તે માટે ચૂંટણી પંચ પણ યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં ભારતીય રેલ્વેને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચે ભાજપનો પ્રચાર કરવા માટે આજે ભારતીય રેલ્વે પાસેથી જવાબ માંગ્યો છે.
ફાઈલ ફોટો
આ બાબતે રેલ્વે દ્વારા મુસાફરોને આપવામાં આવતી ટિકિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો છાપવામાં આવ્યો છે. આ ફોટો ચૂંટણી તારીખો જાહેર થઇ ગયા બાદ પણ મુસાફરોની ટિકિટ પર જોવા મળી રહ્યો છે. આ બાબતે આચારસંહિતાનો ભંગ થતો હોવાથી ચૂંટણી પંચે ભારતીય રેલ્વે પાસેથી જવાબ માંગ્યો છે.