આચાર સંહિતા અથવા તો આદર્શ આચાર સંહિતાનો અર્થ ચૂંટણી પંચના એ આદેશો છે, જેનું સમગ્ર પાર્ટીઓએ ચૂંટણી પુરી થાય ત્યાં સુધી તેનું પાલન કરવું પડે છે. જો કોઈ ઉમેદવાર આ નિયમોનું પાલન ન કરે તો ચૂંટણી પંચ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે, તેને ચૂંટણી લડતા રોકી શકાય છે, ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ શકે છે તથા દોષિત સાબિત થતાં જેલમાં પણ જવુ પડે છે.
આચાર સંહિતા લાગૂ થતાં જ રાજ્યોના મુખ્યપ્રધાનો અથવા તો પ્રધાનો કોઈ પણ પ્રકારી જાહેરાત, શિલાન્યાસ,લોકાર્પણ, ભૂમિપૂજન કરી શકતા નથી. સરકારી ખર્ચે આવા કોઈ આયોજન પણ કરી શકતા નથી. રાજકીય પાર્ટીઓ પર બાજનજર રાખવા માટે ચૂંટણી પંચ ચૂંટણી નિરીક્ષકની નિમણૂંક કરે છે. આચાર સંહિતા લાગૂ પડતા શું થઈ શકે છે, શું નહી તેના વિશે સંક્ષિપ્તમાં જાણકારી મેળવો...
સામાન્ય નિયમ
- કોઈ પણ પાર્ટી એવુ કામ ન કરે, જેનાથી જાતિઓ તથા ધાર્મિક અથવા ભાષાકીય સમુદાયમાં મતભેદ ઊભા થાય અથવા તો ધૃણા ફેલાઈ
- ધાર્મિક જગ્યાઓનો ઉપયોગ ચૂંટણી પ્રચાર અથવા તો મંચ તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
- મત મેળવવા માટે ભ્રષ્ટ આચરણ ન કરવું. લાંચ આપવી, મતદારોને હેરાન કરવા
- મંજૂરી વગર કોઈની પણ દિવાલ, વંડો અથવા તો જગ્યાનો ઉપયોગ ન કરવો
- કોઈ પણ પાર્ટીના જુલૂસમાં અડચણ પેદા કરવી
- રાજકીય પાર્ટી કોઈ એવી અપિલ નહીં કરે જેનાથી ધાર્મિક ઉન્માદ ફેલાય.
- રાજકીય સભા સાથે જોડાયેલી વિગતો પોલીસને જાણમાં આપવી.
- રાજકીય પાર્ટીઓએ તે નક્કી કરી લેવું કે, જ્યાં પણ રેલી અથવા તો સભા કરવાના છે ત્યાં પ્રતિબંધ તો નથીને.
- સભા સ્થળે લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી મેળવી લેવી
- સભામાં અડચણ કરનારા તત્ત્વો માટે પોલીસની સહાયતા લેવી
જુલૂસ સંબંધી નિયમ
- જુલૂસનો સમય, શરુ થવાનું સ્થાન, માર્ગ તથા સમાપ્તિનો સમય નક્કી કરી પોલીસને જાણકારી આપવી.
- જુલૂસની વ્યવસ્થા એવી કરવી કે ટ્રાફિક ન થાય.
- રાજકીય પાર્ટીને એક જ દિવસ રેલી અથવા જુલૂસનો પ્રસ્તાવ હોય તો સમયને લઈ પહેલા જ વાત કરી લેવી
- જુલૂસ રોડની ડાબી બાજુ કાઢવામાં આવે
- જુલૂસમાં એવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જેનો દુરુપયોગ જનતામાં ઉત્તેજના ફેલાવી