નવી દિલ્હીઃ પૂર્વી દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં હાલત વધુ લથડતા તેને એલએનજેપીમાં રિફર કરાયો હતો, ત્યારબાદ આ પોઝિટિવ વૃદ્ધનો કોઈ પત્તો નથી.
પૂર્વી દિલ્હીમાં કોરોના પોઝિટિવ વૃદ્ધ ગાયબ, પરિજનોને કોઈ જાણકારી નથી
પૂર્વી દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલત વધુ બગડતાં તેને એલએનજેપીમાં રિફર કરાયો હતો, ત્યારબાદ આ પોઝિટિવ વૃદ્ધનો કોઈ પત્તો નથી.
આ વૃદ્ધની પૌત્રી આરતીએ 25 મેના રોજ ભજનસિંહ કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતાં, ત્યારબાદ તેમને સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને આખા પરિવારને ઘરેથી અલગ રાખવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ભજનસિંહની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને 2 જૂનના રોજ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને પરિવારના સભ્યોને કહેવામાં આવ્યું હતું કે, ફોન પર તમામ જાણકારી આપવામાં આવશે.
હવે સમાચાર મળી રહ્યાં છે કે, ઘણા દિવસો વિતી ગયા હોવા છતાં પરિવારને હોસ્પિટલમાંથી આ વૃદ્ધ વિશે કોઈ માહિતી મળી શકી નથી. વડીલો જીવંત છે કે નહીં તે પણ પરિવારને ખબર નથી. આ અંગે આરતીએ કહ્યું કે, આ મામલે પોલીસને પણ જાણ કરી હોવા છતાં હજી સુધી કંઈ પણ જાણકારી મળી નથી.