નવી દિલ્હી: રાજધાનીના શકુરબસ્તીમાં રાખેલા કોવિડ રેલવે કોચ કાર્યરત થઈ ગયા છે. આહીં રેલવે અને દિલ્હી સરકાર સાથે મળી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને સારવારની સાથે તમામ જરૂરી સુવિધાઓ આપી આવી રહી છે. હાલમાં આ કોચમાં 8 દર્દી દાખલ કરાયા છે, જ્યારે 2 દર્દીને રજા મળતા ઘરે પરત ફર્યા છે.
ઇટીવી ભારત સાથે વાતચીત કરતાં ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારે કહ્યું કે, શુક્રવારે અહીંથી 1 દર્દીને ઘરે પરત મોકલવામાં આવ્યો હતો. અત્યારે કુલ 8 દર્દી અહીં સારવાર લઈ રહ્યાં છે. રેલવે આ દર્દીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જ્યારે સેનાનો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અહીં કામ કરી રહ્યો છે.