સિમલા (એચપી): કેન્દ્ર સરકાર દ્રારા માનવ તેમજ પશુઓના જીવન પર જોખમી અસર પેદા કરે તેવી 27 વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની વિચારી રહી છે ત્યારે, હિમાચલ પ્રદેશના ખેડુતો નુકશાન તેમજ ઉત્પાદન ના ઘટાડાથી ચીંત થઇ માંગ કરી રહ્યા છે કે પ્રતિબંધ લાદતા પહેલા પર્યાપ્ત વિકલ્પોની વ્યવસ્થા કરવામાં આવે.
ડિમ્પલ પંજાતા, પ્રગતિશીલ માળીએ ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યુ હતું કે. "ઓર્ગેનિક ફાર્મિંગ અમારી ઉત્પાદકતામાં ઘટાડો કરશે. આ વર્ષે અમે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફેલાયેલા સફરજનના સ્કેબ જેવા છોડના રોગોને કેવી રીતે નિયંત્રણમાં રાખીશું,"
હિમાચલ પ્રદેશના સફરજનના ખેડૂત પ્રેમ શર્માએ પંજાતાની ચિંતાઓને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે, "જો સરકાર તેમના પર (જંતુનાશક દવા) પર પ્રતિબંધ લેવાનો નિર્ણય લે છે, તો પછી તે સરકારે ખેડૂતો અને માળીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ, નહીં તો તેમના માટે જોખમકારક છે."
ખેડુતોની ચિંતાઓને નકારતા હિમાચલ પ્રદેશના બાગાયતી વિભાગના નિયામક મદન મોહન શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડુતો અને માળીઓને પસંદગી માટે પૂરતા પ્રમાણમાં વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા છે.
શર્માએ જણાવ્યુ હતું કે, "હું કહેવા માંગુ છું કે સરકારના નિર્ણયથી ઘણા લોકોને અસર નહીં થાય, કારણ કે સરકાર એક જ મોસમમાં સ્પ્રે શેડ્યૂલ હેઠળ ચાર વિકલ્પો આપે છે છે. અમે પસંદ કરવા માટે ચાર જંતુનાશકોની સૂચિ આપીએ છીએ. તેથી, જો આમાંથી એક પર પ્રતિબંધ મુકાય તો પણ અમારી પાસે ત્રણ વિકલ્પો છે. અમારી પાસે પૂરતા વિકલ્પો છે.