આ પ્રોજેક્ટ કે જેને પૂર્ણ થવા માટે એક વર્ષની સમયમર્યાદા આપવામાં આવી હતી, પરંતુ તે ફક્ત આઠ મહિનામાં જ પૂર્ણ થયો છે. અલાપ્પુઝાના ભૂતપૂર્વ નાયબ કલેક્ટર V R કૃષ્ણ તેજાએ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું, જે માટે તેમણે જમીનની ઓળખથી લઇને બાંધકામ પૂર્ણ થવા સુધીની તમામ કામગીરીનું સંકલન કર્યું હતું.
આ મકાનોને જમીનથી દોઢ મીટરની ઉંચી સપાટીએ બનાવવામાં આવ્યા છે, જેથી ફરીથી પૂરની સ્થિતિમાં લોકોએ તેમના આવાસ ખાલી કરીને સ્થળાંતર ન કરવું પડે. ગત્ વર્ષે જ્યારે મોટા ભાગના મકાનો આ પૂરમાં તણાયા હતા, ત્યારે આ આવાસો પાણી ભરાયા વિના સલામત હતા. ઘણા બાંધકામ નિષ્ણાંતોએ અલાપ્પુઝામાં ઘરોના નિર્માણ માટે આ પ્રકારના સમાન મોડેલની સૂચના પણ આપી હતી.
કુડુમ્બશ્રીની કન્સ્ટ્રક્શન વિંગની મહિલા સ્વ સહાય જૂથને આ મકાનો બાંધવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા પર કોઇ સમાધાન કર્યા વિના ખૂબ જ ઓછા ખર્ચે રેકોર્ડ સમય પર કામ કર્યું હતું. શરૂઆતમાં આ યોજના 116 મકાનો બનાવવાની હતી, પરંતુ કુડુમ્બશ્રી સભ્યો દરેક એકમની કિંમત ઘટાડવામાં સફળ રહ્યા હતા અને આ બજેટમાં વધારાના પાંચ મકાનો બાંધવામાં સફળ થયા છે.
સમગ્ર પ્રોજેક્ટ અંદાજીત રુપિયા 7.77 કરોડમાં પૂર્ણ થયો હતો. કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયનની વિનંતીને આધારે કુડુમ્બશ્રીની કન્સ્ટ્રક્શન વિંગની આ એકમોના બિલ્ડિંગ તરીકે પસંદગી કરવામાં આવી હતી.