ગુજરાત

gujarat

ETV Bharat / bharat

G-20 દેશોની વર્ચ્યુઅલ મીટિંગના શિક્ષણ પ્રધાનો શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણની હિમાયત કરે છે - નિશાંક

ભારતનું પ્રતિનિધિત્વ કરતાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ‘નિશાંકે’ જણાવ્યું હતું કે, આ વિષય ભારત સરકારની પ્રાથમિકતાની સૂચિમાં સામેલ છે તેમજ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. G20 શિક્ષણ મંત્રીઓની વર્ચ્યુઅલ મિટિંગ શનિવારે યોજાઇ હતી, જેનો હેતુ બાળપણના પ્રારંભિક તબક્કે શિક્ષણ, શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ તથા આપત્તિના સમયગાળામાં શિક્ષણની સાતત્યપૂર્ણતાનાં ત્રણ ક્ષેત્રોની ઓળખ અંગે સભ્ય દેશોના અનુભવોનું આદાન-પ્રદાન અને તે અંગે ચર્ચા કરવાનો હતો.

PM Modi
PM Modi

By

Published : Sep 7, 2020, 2:19 PM IST

હૈદરાબાદઃ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ ‘નિશાંકે’ જણાવ્યું હતું કે, આ વિષય ભારત સરકારની પ્રાથમિકતાની સૂચિમાં સામેલ છે તેમજ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. G20 શિક્ષણ મંત્રીઓની વર્ચ્યુઅલ મિટિંગ શનિવારે યોજાઇ હતી, જેનો હેતુ બાળપણના પ્રારંભિક તબક્કે શિક્ષણ, શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ તથા આપત્તિના સમયગાળામાં શિક્ષણની સાતત્યપૂર્ણતાનાં ત્રણ ક્ષેત્રોની ઓળખ અંગે સભ્ય દેશોના અનુભવોનું આદાન-પ્રદાન અને તે અંગે ચર્ચા કરવાનો હતો, તેમ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.

રવિવારની બેઠક આ વિષયો અંગે ચાલી રહેલી મંત્રણાનો અતિ મહત્વનો તબક્કો હતો. કોવિડ-19 મહામારીના કારણે આ બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવી છે, તેમ મંત્રાલયે જણાવ્યું હતું. " G20 દેશોના શિક્ષણ મંત્રીઓએ શિક્ષણ ક્ષેત્રે સાથે મળીને કામ કરવાનો અને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરવાનો સંકલ્પ કર્યો છે, જેથી સભ્ય દેશો સમાવેશક અને સમાનતાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરી શકે અને કટોકટીના સમયમાં પણ તમામ લોકો માટે આજીવન શિક્ષણની તકોને વેગ આપી શકે," તેમ મંત્રાલયની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ ‘નિશાંકે’ જણાવ્યું હતું કે, આ વિષયો પ્રાથમિકતાનાં એ ક્ષેત્રો છે, જે માટે ભારત સરકાર કાર્ય કરતી આવી છે. "આ વિષયો પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020માં પ્રતિબિંબિત થાય છે, જે દેશના શૈક્ષણિક ફલક પર મહત્વના ફેરફારો લાવવા માંગે છે," તેમ યાદીમાં જણાવાયું હતું.

આ યાદી અનુસાર, મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત તેની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા તથા તેમાં ફેરફાર કરવા માટે તેણે હાથ ધરેલા પ્રયત્નો યથાવત્ રાખશે અને કોવિડ-19 મહામારીએ ઊભા કરેલા પડકારોને ઘટાડવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ, મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત શિક્ષણ ક્ષેત્રે G20 સભ્ય દેશો સાથે સહકારપૂર્વક કામગીરી કરવા માટે કટિબદ્ધ છે. "બેઠકના અંતે શિક્ષણ પ્રધાનોએ શાસકીય પરિપત્રનો સ્વીકાર કર્યો હતો.

કટોકટીના સમયગાળામાં શિક્ષણની સાતત્યપૂર્ણતા સુનિશ્ચિત કરવા સંદર્ભે, આ પરિપત્ર મિશ્રિત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચમાં સુધારો, શિક્ષકો માટે વ્યાવસાયિક વિકાસ, ડિજિટલ માળખાકીય સુવિધા તથા સામગ્રી, સાઇબર સુરક્ષા અંગે જાગૃતિ, શિક્ષણ આપવા માટેની યોગ્ય પદ્ધતિઓ અને સક્રિય શિક્ષણને વેગ આપવાનો અને તે સાથે જ આ અભિગમો રૂબરૂ શિક્ષણને પૂરક હોય, તે સુનિશ્ચિત કરીને તેનો સ્વીકાર કરવાનો હેતુ ધરાવે છે," તેમ યાદીમાં જણાવાયું હતું.

આ યાદીમાં દર્શાવ્યા મુજબ, પરિપત્ર શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરીને અને સ્થાનિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય જણાય તે મુજબ આ પ્રવૃત્તિઓ ગ્રહણ કરીને શિક્ષણમાં આંતરરાષ્ટ્રીયકરણને ઉત્તેજન આપવા પર ભાર મૂકે છે. "સાથે જ તે કે-12 સ્તરે આંતરરાષ્ટ્રીયકરણ પર મંત્રણાને આગળ વધારવાને સહાય પૂરી પાડે છે. આ પરિપત્ર તમામ લોકો માટે શિક્ષણની સમાન તકો પૂરી પાડવામાં અને વિદ્યાર્થીઓની આંતર-સાંસ્કૃતિક અને વૈશ્વિક સક્ષમતાનું વિસ્તરણ કરવામાં દેશમાં આંતરરાષ્ટ્રીયકરણની પ્રવૃત્તિના પ્રભાવને મહત્વ આપે છે," તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details