ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PNB સ્કેમ: EDએ મેહુલ ચોકસીની 24.77 કરોડની સંપતિ કરી જપ્ત - Seized

ન્યુઝ ડેસ્કઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના ભાગેડું મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત કરી લેવાઈ છે. પંજાબ નેશનલ બેન્કમાં થયેલ 13,500 કરોડના કૌભાંડના મેહુલ ચોક્સી સહઆરોપી છે. જપ્ત કરેલી સંપતિમાં કિંમતી વસ્તુ, વાહન અને બેન્ક ખાતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

MEHUL CHOKSHI

By

Published : Jul 12, 2019, 3:05 AM IST

EDએ ચોકસીની દુબઈ સ્થિત ત્રણ સંપતિ, કિંમતી વસ્તુઓ, એક મર્સિડીસ બેન્ઝ E-280 અને રોકડ જપ્ત કરી છે.

સૌજન્ય-ANI

મેહુલ ચોકસીએ ગત્ત વર્ષે એન્ટીગુઆની નાગરિકતા લીધી હતી. ચોકસી વિરુદ્ધ કુલ 6,097.73 કરોડ રુપિયાના કૌભાંડનો આરોપ છે. EDએ અત્યાર સુધીમાં મેહુલ ચોકસીની કુલ 2,534.7 કરોડ રુપિયાની સંપતિ જપ્ત કરી છે. CBI અને ED આ મામલે ચોકસી અને નીરવ મોદી વિરુદ્ધ તપાસ કરી રહી છે. ED ચોકસીના પ્રત્યારોપણની માંગ કરી રહી છે. EDએ મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરી છે.

તાજેતરમાં એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટોન બ્રાઉને મેહુલ ચોકસીની નાગરિકતાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details