દિલ્હીમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલના ઘરે EDના દરોડા - કોંગ્રેસ નેતા
12:34 June 27
દિલ્હીમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલના ઘરે EDના દરોડા
નવી દિલ્હીઃ કોંગ્રસેના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને તેમના પરિવારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સંદેસરા ગ્રુપ વિરુદ્ધ નોંધાયેલી બેન્કિંગ ફ્રોડ અને મની લોન્ડ્રિંગ મામલે ED એ અહમદ પટેલના ઘરે દરોડા પાડ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ઘરે EDની ટીમ પહોંચી છે. સંદેસરા ભાઈઓએ નકલી કંપનીના માધ્યમથી પીએનબી કરતાં પણ મોટી રકમનો ગોટાળો કર્યો છે. EDનો દાવો છે કે નિતિન સંદેસરા, ચેતન સંદેસરા અને દિપ્તી સંદેસરાએ મળીને 14,500 કરોડનો ગોટાળો કર્યો છે.