સ્ટર્લિંગ બાયોટેક કંપની ગુજરાતની એક ફાર્મા કંપની છે અને તેના પર આંધ્ર બેન્કમાં ગોટાળો કરવાનો આરોપ છે. આ કૌભાંડમાં અનેક લોકો સંડોવાયેલા છે.EDના અધિકારી સંદેસરા ગ્રુપના એક કર્મચારી સુનીલ યાદવને કથિત રીતે આરોપ લગાડવામાં આવ્યો છે. સંદેસરા સિદ્દીકી અને ફૈસલ પટેલને કથિત રુપથી કોડ નામ આપવામાં આવ્યુ હતુ.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ જવાબ આપવા માટે ED ઓફિસ પહોંચ્યા - સંદેસરા સિદ્દીકી
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ ગુજરાત સ્થિત સ્ટલિર્ગ બાયોટેક કેસમાં કરોડોની બેન્ક સાથે કરેલી છેંતરપિંડી અને મની-લૉન્ડ્રિંગ મામલે પુછપરછ માટે ED કાર્યલય પહોચ્યા છે. આ મામલે EDએ પુછપરછ માટે કોંગ્રેસના અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલની ધરપકડ કરી હતી.
ફૈસલ પટેલ વડોદરા સ્થિત ફાર્માસ્યૂટિકલ ફાર્મના માલિક અને પ્રમોટર્સ, સંદેસરા બ્રધર્સ (ચેતન જંયતીલાલ સંદેસરા અને નિતિન જંયતીલાલ સંદેસરા)ની સાથે કથિત સંબંધો માટે પુછપરછ કરવામાં આવશે. મની લૉન્ડ્રિંગ એક્ટ કલમ હેઠળ તેમનો રેકોર્ડ કરવામાં આવશે.
ઈરફાનને I2 અને ફૈસલને I1 નામ આપવામાં આવ્યું હતુ.યાદવે કહ્યુ કે, ફૈસલ પટેલ તેમના મિત્રોને પુષ્લાજંલિ ફાર્મસમાં પાર્ટી કરવા માટે લઈ જતો હતો. જેનો સંપુર્ણ ખર્ચ ચેતન સંદેસરા આપતો હતો.CBIએ 5,700 કરોડ રુપિયા બેન્ક સાથે છેંતરપિંડી મામલામાં સંદેસરા બ્રધર્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓગ્સ્ટ 2017માં EDએ સંદેસરા બ્રધર્સ વિરુદ્ધ મની -લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.