દેશના પૂર્વ નાંણા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી છે. INX મીડિયા કેસની તપાસ કરી રહેલ EDએ સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ કરી છે, આ ચાર્જશીટમાં ચિદમ્બરમનું પણ નામ છે.
INX મીડિયા કેસ : EDએ ચિદમ્બરમ અને તેના પુત્ર સામે દાખલ કરી પ્રથમ ચાર્જશીટ - કીર્તિ ચિદમ્બરમ
બહુચર્ચિત INX મીડિયા કેસની તપાસ કરી રહેલ EDએ સમગ્ર મામલે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ દાખલ કરેલી ચાર્જશીટમાં પી ચિંદમ્બરમનું પણ નામ સામેલ છે.
EDએ પી.ચિદમ્બરમની સાથે તેમના પુત્ર કીર્તિ ચિદમ્બરમને પણ સમગ્ર મામલે આરોપી બનાવ્યો છે. ચાર્જશીટમાં પી.ચિદમ્બરમ અને તેના પુત્ર સિવાય અન્યને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. EDએ પી.ચિદમ્બરમની ધરપકડ કરી હતી. પી.ચિદમ્બરમ 106 દિવસ સુધી તિહાળ જેલમાં રહ્યા હતા.
સીબીઆઈએ 15મી મે, 2017ના દિવસે INX મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે. INX મીડિયામાં 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણાપ્રધાન હતા.