આ કેસ મુંબઈ પોલીસની ફરિયાદને ધ્યાને રાખી તપાસ ચાલશે. જેમાં બેંકના પૂર્વ અધ્યક્ષ, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર અને સહકારી બેંકના 70 પૂર્વ અધિકારીના નામ સામેલ છે. અહીં મહત્વનું છે કે, આ કેસમાં ત્યાર સંડોવણી બહાર આવી છે કે, જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઈડી દ્વારા ટૂંક સમયમાં તેમના સ્ટેટમેન્ટ માટે નોંતરું આવી શકે છે.
મહારાષ્ટ્ર: શરદ પવાર અને તેમના ભત્રીજા પર EDએ FIR નોંધાવી - રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર તથા અન્ય એક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડ મામલે એનસીપીના નેતા પ્રમુખ શરદ પવાર અને તેમના ભત્રીજા પર મની લોન્ડ્રીંગ મામલે ફરિયાદ નોંધી છે.

Money Laundering in maharashtra
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર રાજ્યના સરકારી ખજાનાને કથિત રીતે 1 જાન્યુઆરી 2007 અને 31 ડિસેમ્બર 2017ની વચ્ચે MSCB કૌભાંડના કારણે 25,000 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.
આ ફરિયાદમાં તત્કાલિન મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રધાનો, રાજનેતાઓ, સરાકરી અધિકારીઓ, બેંકના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કેન્દ્રીય બેંક અને પેન કોઓપરેટિવ બેંકના અધિકારીઓ અને વર્કર્સ પાર્ટીના નેતા જયંત પાટિલ તથા તે સમયના વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે.