ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંદેસરા કેસ: પૂછપરછ માટે EDની ટીમ અહેમદ પટેલના ઘરે પહોંચી

ED ટીમ અહેમદ પટેલ પાસે ચેતન સંદેસરા વિશેની પૂછપરછ કરવા તેમના ઘરે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે, તેમનો દીકરો ફૈસલ પટેલ અને તેમનો જમાઈ ઈરફાન સિદ્દીકીના ખાસ છે.

અહેમદ પટેલ
અહેમદ પટેલ

By

Published : Jun 30, 2020, 1:32 PM IST

દિલ્હીઃ સંદેસરા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવા માટે ED ટીમ તેમના ઘરે પહોંચી હતી. EDએ અહેમદ પટેલને ચેતન સંદેસરા વિશે પૂછપરછ કરી હતી. કારણ કે, તેમનો દીકરો ફૈસલ પટેલ અને તેમનો જમાઈ ઈરફાન સિદ્દીકીના ખાસ છે.

પૂછપરછના એક દિવસ પહેલા અહમદ પટેલ ED સમક્ષ રજૂ થયા હતા. જો કે, આ પૂછપરછ તેમના ઘરે કરવામાં આવી હતી. પરંતુ EDના અધિકારી અહેમદ પટેલના જવાબથી સંતુષ્ટ જોવા મળ્યા નહોતા. જેથી હવે અધિકારીએ સંદેસરા કેસમાં અન્ય સાક્ષીઓની અને કથિત નિવેદનોના આધારે અહેમદ પટેલની પૂછપરછ કરશે.

શું છે સંદેસરા કૌભાંડ...

મળતી માહિતી પ્રમાણે, સંદેસરા કૌભાંડ, PNB કૌભાંડ પણ સૌથી મોટું છે. સ્ટર્લિગ કંપની લિમિટેડ અને સંદેસરા ગ્રુપના ત્રણેય પ્રમોટરો, નિતિન સંદેસરા, ચેતન સંદેસરા અને દિપ્તિ સંદેસરાએ પહેલા નકલી કંપની બનાવીને બેન્ક સાથે 14,500 કરોડની ઠગાઈ કરી હતી.

અહેમદ પટેલના ઘરે શા માટે થઈ રહી પૂછપરછ

સંદેસરા કૌભાંડમાં અહેમદ પટેલની પૂછપરછ તેમના ઘરમાં કરવામાં આવી રહી છે. કારણ કે, અહેમદ પટેલે કહ્યું હતું કે, મારી ઉંમર 60 વર્ષ કરતાં પણ વધારે થઈ ગઈ છે, જેથી હું ED કાર્યાલય જવા માટે સમર્થ નથી.

આ પહેલા અહેમદ પટેલ વિરુદ્ધ આયકર વિભાગે 400 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મામલે સમન્સ જાહેર કર્યુ હતું. તેમની પર આરોપ છે કે, 400 કરોડથી વધુ રકમ કોંગ્રેસના ખાતામાં જમા થયા હતા. જે મામલે આયકર વિભાગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details