ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકાર 2.0:ના 100 દિવસ અને આર્થિક સ્થિતિ - અર્થતંત્ર ધીમું

ન્યુઝ ડેસ્ક: મોદી સરકાર સપ્ટેમ્બરમાં પોતાનો બીજા ટર્મના 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરશે. ભાજપ સામાન્ય ચુંટણીમાં, બહુમત સાથે ફરી સત્તામાં આવી ત્યારે સરકાર તરફથી લોકોની આશા, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઈ. જ્યાં સુધીમાં નવી સરકાર પોતાનો કાર્યભાર સંભાળે સુધીમાં તેને નાણાકીય અને આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડ્યો. એક તરફ, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને IL&FSના પતન પછી, બજારમાં ગંભીર કડાકો થયો જ્યારે, બીજી તરફ જાહેર ક્ષેત્રની બેન્કો પણ ચિંતાનો વિષય બની.

modi cabinet

By

Published : Sep 6, 2019, 9:42 AM IST

બજારને પસંદ ન આવ્યું બજેટ

  • વળી વૈશ્વિક વેપાર યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સ્થિરતા પણ દાવ પર હતી. કૃષિ સંકટ પણ તેજ હતું અને ગ્રામીણ આવકની વૃદ્ધી કેવી રીતે વધારવી એ એક મોટો પડકાર હતો.
  • આ તરફ અર્થવ્યવસ્થામાં કોઈ નાણાકીય વૃદ્ધિ થઈ નથી અને બજેટ પછીના સમયગાળામાં બજાર નબળું પડ્યું હતું.

અર્થતંત્ર પણ પડ્યું ધીમું

  • લગભગ ત્રણ મહિના પછી, ઓટોમોબાઈલ અને એફએમસીજી ક્ષેત્રમાં ભારે નુકસાન સાથે સરકારને આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો.
  • જ્યારે એપ્રિલથી ઓગસ્ટ 2019 દરમિયાન, ઓટો મોબાઇલ ઉદ્યોગમાં 3,50,000 કામદારો રસ્તા પર આવી ગયા.
  • જ્યારે અર્થતંત્ર માટે મજબૂત માનવામાં આવતી એફએમસીજીની વૃદ્ધિ પણ આ સમયગાળા દરમિયાન માત્ર 10 ટકાની ધીમી ગતિ સાથે વધી હતી.

પારલેની માંગમાં ઘટાડો

  • પારલે જેવી બ્રાન્ડ્સ, જે મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે, તેમના પોતાના ઉત્પાદનોની માંગમાં ઘટાડો થયો, જેના કારણે તેઓને તેમના કર્મચારીઓને છૂટા કરવા પડ્યા.
  • આ સિવાય સાબુ, મસાલા અને ચા જેવા ઉત્પાદનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે, જેનું વેચાણ ભારતીય મધ્યમ વર્ગ અને ઓછી આવક જૂથોના વપરાશ પર મોટા પ્રમાણમાં નિર્ભર કરે છે.

આ પ્રવૃતિથી એવા સંકેત મળે છે કે, ગ્રાહકો હવે પૈસા ખર્ચવામાં હિચકિચાટ અનુભવી રહ્યા છે અને સામાન્ય પરિવારો તેમના ખર્ચ અને વપરાશ અંગે સાવચેત બની રહ્યા છે, જે આર્થિક વિકાસ માટે સારા સંકેત નથી. જેની અસર અર્થવ્યવસ્થામાં જીડીપીની માંગ પર પડશે. પરિણામે, દેશના ઉત્પાદન, રોજગાર, આવક અને જીડીપી પર મોટી અસર પડશે.

એક રીતે જોવા જાઇએ તો સરકાર આજે એવી જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે જે ત્રણ મહિના પહેલા હતી. તફાવત માત્ર એટલો જ છે કે, સમસ્યાઓની તીવ્રતા વધી છે અને તેને વધુ પડકારજનક બનાવવા માટે, દેશની જીડીપી વૃદ્ધિ જાન્યુઆરી-માર્ચમાં 5.8 ટકાની સરખામણીએ એપ્રિલ-જૂનમાં ઘટીને 5 ટકા પર પહોંચી છે. આ પરિસ્થિતિની ગંભીરતા છે જેણે સરકારને નીતિવિષયક પગલાઓ લેવા પ્રેરિત કર્યા.

એક્શન મોડમાં સરકાર

  • ભારત સરકાર આ સ્થિતિને દૂર કરવા માટે અનેક પગલાઓ લઈ રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે 28 ઓગસ્ટે એક પત્રકાર પરિષદમાં અનેક ઘોષણાઓ કરી હતી, જેમાં 'એન્જલ ટેક્સ' થી સ્ટાર્ટઅપ્સને છૂટ આપવી, વિદેશી અને સ્થાનિક ઇક્વિટી રોકાણકારો પર વધારેલા સુપર-રિચ ટેક્સને પાછો ખેંચવાનો પણ સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત ઓટો સેક્ટરમાં સંકટને પહોંચી વળવા પગલા પણ જાહેર કરાયા હતા. જેમાં નવા પેટ્રોલ અને ડીઝલના વાહનો ખરીદવા પર સરકારી વિભાગોથી પ્રતિબંધ હટાવવાની અને જૂના વાહનોને દૂર કરવા પ્રોત્સાહિત કરવાની યોજનાઓ સામેલ હતી.
  • વળી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ ખાતરી આપવામાં આવી હતી કે બાકી રહેલા જીએસટી રિફંડ 30 દિવસમાં પાછા આવી જશે.
  • આ ઉપાયો પછી કેન્દ્રીય પ્રધાનમંડળે 28 ઓગસ્ટ, 2019ના રોજ કરાર ઉત્પાદન, કોલસા ખનન અને સંબંધિત માળખાગત ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ (એફડીઆઈ)ની મંજૂરી આપી હતી અને એફડીઆઈ સંબંધિત અનેક નિયમોમાં પણ રાહત આપી હતી.
  • સરકારે આ સંદર્ભમાં 30 ટકા ડોમેસ્ટિક સોર્સિંગની વ્યાખ્યા પણ સરળ કરી.
  • આ પગલાં સિવાય સરકારે સિંગલ-બ્રાન્ડ રિટેલ હેઠળ ઓનલાઇન રિટેલિંગને મંજૂરી આપી હતી અને ડિજિટલ મીડિયામાં 26 ટકા એફડીઆઈને પણ મંજૂરી આપી હતી.
  • સરકારના બીજા કાર્યકાળ દરમિયાન મુખ્ય નીતિ સુધારણાએ જાહેર ક્ષેત્રની 10 બેન્કોને ચાર બેન્કમાં મર્જ કરવાનું મહત્વનું પગલું લીધું.
  • આ સિવાય પીએસબી બોર્ડ સુધારવાનાં પગલાં પણ જાહેર કરાયા હતા, જે બેન્કોના શાસન સુધારવામાં મદદરૂપ સાબિત થશે.
  • આ તમામ પગલાં ભારતના નાણાકીય બજારોમાં વિશ્વાસ વધારશે.

ગ્રામીણ વિકાસને વેગ આપવા અને પાયાના કૃષિ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશેષ ભાર મૂકવો જોઇએ. લાંબા ગાળે, નીતિ નિર્માતાઓએ આવકની અસમાનતાઓને લગતા મુદ્દાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે

NDA પાસે પર્યાપ્ત રાજનીતિક શક્તિઓ છે. સરાકરે ફક્ત અર્થવ્યવસ્થાને સુધારવા માટે પગલાઓ લેવા પડશે અને દેશ જલ્દી જ આર્થિક મંદી માંથી બહાર આવી જશે.

ABOUT THE AUTHOR

...view details