ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Budget Session 2020: રાષ્ટ્રપતિ કોવિંદનું સંબોધન - કોંગ્રેસે સંસદ ભવન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચી ગયા છે. સંસદ જતાં પહેલા મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે 'આ સત્ર આ દાયકાનું પહેલું સત્ર છે. આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે. સત્રમાં આર્થિક વિષયો પર ચર્ચા કેન્દ્રીત થાય. વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકારની ઓળખ દલિત, પછાત, વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે રહી છે.

Budget Session 2020: રાષ્ટ્રપતિ કોવિંદનું સંબોધન
Budget Session 2020: રાષ્ટ્રપતિ કોવિંદનું સંબોધન

By

Published : Jan 31, 2020, 12:29 PM IST

નવી દિલ્હીઃ બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોને સંબોધિત કરી રહ્યાં છે. જયારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા બજેટ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરશે. શુક્રવારે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી થશે. બાદમાં સરકાર તરફથી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.

બજેટ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે સંસદ ભવનની બહાર CAA વિરોધી દેખાવ કર્યો હતો. આજથી શરૂ થઇ રહેલા બજેટ સત્રમાં કેટલાક મુદ્દે હંગામો થાય તેવી આશંકા છે. વિપક્ષના તેવર જોતા લાગી રહ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને મોંઘવારી જેવા મુદ્દા પર સરકારને ઘેરવાના પ્રયાસ કરશે.

કોંવિદે કહ્યું 21મી સદીના પ્રથમ સત્રને સંબોધિત કરતા મને ખુશી થઈ રહી છે. આ દાયકો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી સ્વતંત્રને 75 વર્ષ પૂર્ણ થશે. સરકારના પ્રયત્નોથી આ સદીને ભારતની મજબૂત સદી બનાવવાનો પાયો મૂકવામાં આવ્યો છે.

આપણે ભારતના લોકો મહાપુરુષોના સપના પુરા કરીશું. તેમાં બંધારણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. બંધારણ આપણને કર્તવ્યનું ભાન કરાવે છે અને નાગરિકો પાસે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની અપેક્ષા પણ રાખે છે.

લોકસભામાં ત્રણ તલાક વિરોધી કાયદો, કન્યુઝ્યુમર સંરક્ષણ કાયદો, અનિયમિત જમા યોજના કાયદો, ચિટ ફન્ડ સંશોધન કાયદો, મોટરવાહન કાયદો જેવા અનેક કાયદા બનાવવામાં આવ્યા. તેના માટે સંસદોને અભિનંદન આપું છું.

રામ જન્મભૂમિ મામલા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશે પરિપક્વતા દેખાડી. વિરોધના નામ પર કોઈ પણ પ્રકારની હિંસા લોકશાહી અપવિત્ર કરે છે. સરકારને આ જનાદેશ લોકતંત્રની રક્ષા માટે મળ્યો છે. નવા ભારતમાં વિકાસ માટે નવો અધ્યાય લખવામાં આવે. દરેક ક્ષેત્રમાં બધાનો વિકાસ થાય.

રાષ્ટ્રપતિએ સંસદ સત્રના સંબોધનમાં કહ્યું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટુરિઝમ ક્ષેત્રમાં સુધાર જોવા મળ્યો છે. સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ પર ચાલે છે, સરકારી યોજનાઓ કોઇ ભેદભાવ વિના લાગૂ કરાઇ છે.

સમાનતા સાથે સહાયતા અને સુવિધા પહોંચાડવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરના લોકોને પણ દેશના લોકોને મળતા લાભ મળશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સરકાર તરફથી નોર્થ ઇસ્ટમાં વિકાસની ગતિને વધારવામાં આવી છે, ત્યાંથી કનેક્ટવિટી વધારવામાં આવી છે. લોકોનું જીવન આસાન બનાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ સરકાર દ્વારા લઘુમતિ સમુદાય માટે ભરવામાં આવેલા પગલા અંગે જણાવ્યું. સરકાર લઘુમતિ વર્ગના સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ સંસદમાં કહ્યું કે ભાગલાના સમયે ભારતના લોકોને ઘણી પરેશાની થઇ હતી. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જે હિંદુઓ પાકિસ્તાનમાં રહેવા ઇચ્છતા નથી તેઓ ભારતમાં આવી શકે છે.

કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો લાગુ કરી મહાત્મા ગાંધીજીની ઇચ્છા પૂરી કરી છે. રાષ્ટ્રપતિએ જેવું પોતાના સંબોધનમાં CAA નો ઉલ્લેખ કર્યો કે વિપક્ષી નેતાઓએ સંસદમાં હંગામો કર્યો અને નારેબાજી કરી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દરમિયાન પાકિસ્તાનમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાની નિંદા કરી અને નનકાના સાહિબ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details