મંદીના કારણે હાલત એવા થઇ ગયા છે. આ ફેક્ટરીને કોઇ ઓછી કિંમત પર લેવા પણ તૈયાર નથી. મંદીના કારણે બે વેપારી આત્મહત્યા પણ કરી ચુક્યા છે. તો હજારો કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે.
એશિયાની સૌથી મોટી પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી પર મંદીની માર, 150 યૂનિટ બંધ - યમુનાનગર
યમુનાનગર: એશિયાની સૌથી મોટી પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી પર મંદીનો માર પડ્યો છે. ઇન્ડસ્ટ્રીની 150 યૂનિટ બંધ થઇ ગયા છે. જેથી હજારો કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે. એશિયાની સૌથી મોટી પ્લાઇ ઇન્ડસ્ટ્રી હવે બંધ થવા પર આવી ગઇ છે. જેની 150 જેટલી ફેક્ટરી બંધ થઇ ગઇ છે. ફેક્ટરી બંધ થતા હજારો કર્મચારીઓ બેરોજગાર થઇ ગયા છે. વેપારમાં મંદીના કારણે ફેક્ટરી બંધ કરવામાં આવી છે.
file photo
યમુનાનગર જિલ્લામાં બોર્ટની 370 યૂનિટ છે. આ સિવાય પીનિંગ, આરા તથા ચિપ્પરની 800 જેટલા યૂનિટ છે. તમામ પર મંદીની માર છે. પ્લાઇવુડ એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર ચાવલાએ જણાવ્યું કે,ડિમાન્ડ તથા સપ્લાયનું સંતુલન હાલ બગડી ગયો છે. તેમણે વધુમા જણાવ્યું કે, નોટબંધી તથા GSTને વેપારી આ કારોબાર માટે બરોબર નથી માનતા. રિયલ સ્ટેટમાં મંદી હોવાથી કાચું માલ વધારે તૈયાર થઇ રહ્યું છે.