ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સતત ચોથા દિવસે નાણાંપ્રધાને આર્થિક પેકેજની જાહેરાત કરી, જાણો પત્રકાર પરિષદની વિશેષતાઓ

નાણાંપ્રધાન નિર્મલા સીતારામને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજ પર શનિવારે સતત ચોથા દિવસે અનેક યોજનાઓની માહિતી આપી હતી.

finance ministers
નાણાંપ્રધાન

By

Published : May 16, 2020, 7:00 PM IST

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે 20 લાખ કરોડના આર્થિક પેકેજના ચોથા દિવસે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી.

નાણાંપ્રધાનની ચોથી પ્રેસ કોન્ફરન્સની વિશેષતા:

  • પાવર ટેરિફ પૉલીસીની ઝડપથી જાહેરાત કરાશે
  • આ સેકટરમાં સ્ટાર્ટઅપને આગળ વધારાશે
  • ભારતના યુવાનોએ દુનિયામાં દેશનું નામ રોશન કર્યું છે
  • રેડિએશન ટેકનોલોજીના માધ્યમથી સ્ટોરેજને વધારવામાં આવશે, તેનો ફાયદો ખેતીવાડી ક્ષેત્રને મળશે
  • મેડિકલ આઈસોટોપ માટે પીપીપી નીતિથી ઉત્પાદન થશે
  • તેનાથી માનવતાની સેવાને બળ મળશે
  • મેડિકલ ઈક્વિપમેન્ટના ઉત્પાદન વધારવા માટે પીપીપી મોડ દ્વારા કંપની બનશે
  • કેન્સર ક્ષેત્રમાં ભારતે દુનિયાભરમાં દવાઓ મોકલી છે, તેમાં આગળ પ્રગતિ થશે
  • પરમાણું ઉર્જામાં સુધારો કરવા કામ કરાશે
  • વીજળી ક્ષેત્રમાં સબસિડી ડીબીટી દ્વારા અપાશે
  • સોશિઅલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 8100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
  • અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને તક આપવામાં આવશે, ISRO ની સુવિધાઓનો ઉપયોગ ખાનગી કંપનીઓ કરી શકશે
  • ગ્રાહકોની સુવિઘા માટે પ્રીપેઈડ વીજળીના મીટર લગાવવામાં આવશે
  • કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજળી કંપનીઓનું ખાનગીકરણ કરાશે, જેનાથી વીજળીના ઉત્પાદનમાં વધારા થશે
  • એરપોર્ટમાં પહેલા અને બીજા તબક્કામાં 13 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે
  • એરસ્પેસ વધાવાથી સમયની બચત થશે અને પર્યાવરણ પણ બચશે, ફ્યૂલ પણ ઓછું વપરાશે
  • એરસ્પેસ વધારવા માટે 1 હજાર કરોડ, વધુુ એરસ્પેસ ખોલાશે
  • એરસ્પેસ વધારવા માટે 1 હજાર કરોડ
  • પીપીપી મોડલ પર એરપોર્ટનો વિકાસ થશે
  • વધુ 6 એરપોર્ટની હરાજી થશે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ કામ કરશે
  • સિવિલ એવિએશનમાં વિકાસની ખુબ વિશાળ તકો રહેલી છે
  • સંરક્ષણ સેકટર માટે અલગથી બજેટ તૈયાર થશે
  • કેટલાક હથિયારોના આયાત પર પ્રતિબંધ મુકાશે
  • ઓર્ડિનેસ ફેકટરીઝ બોર્ડનું શેરબજારમાં લિસ્ટિંગ થશે
  • સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરાઈ છે
  • ઓર્ડિનેસ ફેકટરીઝ બોર્ડનું કોર્પોરેટાઈઝેશન થશે
  • આયાત નહી થતાં સુરક્ષાના સાધનોની યાદી બનશે
  • સેનાને આધુનિક હથિયારની જરૂર છે
  • સંરક્ષણ ઉત્પાદનમાં મેઈક ઈન ઈન્ડિયા પર ભાર અપાશે
  • ડીફેન્સ સેકટરને આત્મનિર્ભર બનાવવા માટે કવાયત હાથ ધરાશે
  • મિનરલ ઈન્ડેક્સ બનાવાશે
  • માઈનિંગ સેકટરમાં ખાનગી રોકાણને વધારવા પ્રોત્સાહન અપાશે
  • ઈઝ ઓફ ડૂંઈગને સરળ કરાશે, જેથી માઈનિંગ સેકટરનો વધુ વિકાસ કરી શકાય
  • માઈનિંગ લીઝને ટ્રાન્સફર થઈ શકશે
  • ખનિજ સેકટરમાં વિકાસની બહુ મોટી યોજના છે
  • માઈનિંગ બ્લોકની હરાજી થશે
  • ખનિજ સેકટરમાં વિકાસની નીતિ રહેશે
  • કોલસા ક્ષેત્રમાં 50,000 કરોડની ફાળવણી કરાશે
  • કોલ બેડની ખુલ્લી હરાજી થશે
  • કોલસાના 50 બ્લોકમાં ખનનનું કામ ઝડપથી શરૂ કરાશે
  • જરૂરિયાત હોય તેટલો જ કોલસો આયાત કરાશે
  • યોગ્ય ભાવથી કોલસો મળી રહેશે
  • કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઈનિંગ થશે, સરકારનો એકાધિકાર સમાપ્ત થશે
  • સંભાવનાવાળા સેકટરને પ્રાધાન્ય અપાશે
  • રાજ્યોની રેન્કિંગ સેલ બનશે, રાજ્યોને પ્રોત્સાહન પણ અપાશે
  • તમામ મંત્રાલયમાં પ્રોજેક્ટ સેલ બનશે
  • આપણે આપણા ઉત્પાદનોને કવૉલીટીવાળા બનાવવાના છે
  • આજે ડાયરેક્ટ ટ્રાન્સફર લોકોને સીધો ફાયદો કરાવી રહ્યો છે
  • આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડિયા એ દેશ માટે ખૂબ મહત્વના
  • રોકાણ અને રોજગારી વધારવી છે
  • સરકારનું ફોક્સ ઈઝ ઓફ ડૂંઈગ પર રહ્યું છે
  • ભારતમાં રોકાણ એ પહેલી પસંદ રહી છે
  • નવા બેંક સુધારા આપણે ચાલુ રાખીશું
  • બેંક સુધારા દેશ હિતમાં કર્યા છે.
  • કેટલાય સેકટર પડકારોનો સામનો કરી રહ્યા છે
  • આપણે મુકાબલો કરવા તૈયાર રહેવું પડશે
  • ડીબીટી અને જીએસટીમાં સુધારા માટે તૈયાર

ABOUT THE AUTHOR

...view details