ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણામાં વડાપ્રધાનની રેલીમાં ઈકો ફ્રેન્ડલી સાધનનો ઉપયોગ, હજારો માટલાનો ઓર્ડર આપ્યો - bjp

રોહતક: હરિયાણાના રોહતકમાં 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીની વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ આ રેલી અને જનસભા માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ રેલી લગભગ 22 એકરમાંથી ફેલાયેલી વિશાળ જગ્યામાં જનસભા થશે. જેમાંથી 12 એકરમાં તો પંડાલ જ ગોઠવવામાં આવશે. પણ આ તમામ કરતા ખાસ તો એ વાત છે કે, આ રેલીમાં એક વાત નવી જોવા મળશે. જાણો શું છે આ રેલીમાં ખાસ વાત...

ani

By

Published : Sep 6, 2019, 2:30 PM IST

વડાપ્રધાન મોદીની આ રેલી આમ જોવા જઈએ તો ચોક્કસપણે રાજકીય માહોલ ઊભો કરવાનું એક લક્ષ્ય હશે, પણ આ રેલીથી ત્યાંના કુંભાર જાતિના લોકો માટે આ રેલી ફાયદાકારક સાબિત થઈ છે. આ રેલી ઈકો ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત રેલી જાહેર કરવામાં આવી છે. આ રેલીમાં પીવાના પાણી માટે બોટલોનો ઉપયોગ કરવામાં નહીં આવે, જેની જગ્યાએ માટીના માટલામાં પાણી ભરીને રાખવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં માટીના માટલા આ માટે બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.

હરિયાણામાં વડાપ્રધાનની રેલીમાં ઈકો ફ્રેન્ડલી સાધનનો ઉપયોગ

જિલ્લાના તંત્ર દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાથી સ્થાનિક કુંભારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજકાલ લોકો માટલાની જગ્યાએ ફ્રિજ અથવા તો બોટલનું પાણી પીવાનો વધારે આગ્રહ રાખે છે. તંત્રના જણાવ્યા અનુસાર આ પગલાથી લોકોમાં એક ખાસ પ્રકારી જાગૃતિ પણ આવશે.સાથે સાથે પર્યાવરણ બચાવવાની અપિલ પણ આપવામાં આવી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, જમાનો ભલે ગમે તેટલો હાઈટેક થતો હોય પણ પરંપરાગત માટલાઓ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે. તંત્ર દ્વારા વિશાળ માત્રામાં માટલાની ખરીદી કરતા પર્યાવરણને પણ ફાયદો થશે તથા ત્યાંના કુંભારને મોટો ફાયદો થયો છે.

ABOUT THE AUTHOR

...view details