ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો તમે દિલ્હીમાં રહો છો..! તો અહીં મળશે ગુજરાતી હાથવણાટના બેગ - Guajrati traditional

ન્યુઝ ડેસ્કઃ દિલ્હીમાં આજીવિકા મેળનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં વિવિધ રાજ્યના લોકો પોતાની કારીગરીનું પ્રદર્શન કરી પૈસા કમાય છે. ગુજરાતનો પણ એક સમુહ જુટના બેગ પર હાથવણાટ કરી બેગને આકર્ષિત બનાવી મેળામાં વેચવા પહોંચ્યું છે. જેનો વેપારીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

િ્િ્

By

Published : Oct 23, 2019, 9:49 AM IST

ગુજરાતમાં જૂટના બેગનો ધંધો કરતો એક સમુહ ભારતની સંસ્કૃતિ અને વારસાને જાળવવા માટેના પ્રયાસો કરી કમાણી કરે છે. તેઓ બેગ પર હાથવણાટનું કામ કરી બેગને આકર્ષક બનાવી તેનું વેચાણ કરે છે. ભારતની આ સંસ્કૃતિ અને વારસાને દેશના અન્ય લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતનો આ સમુદ દિલ્હીના આજીવિકા મેળામાં પહોંચ્યો છે. આ બેગે મેળામાં આવતા લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્વ બન્યાં છે. આ સાથે જ લોકો તેની હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે.

દિલ્હીમાં આજીવિકા મેળાનું આયોજન

ગુજરાતી દુકાનદાર સંજયભાઈએ જણાવ્યું હતું કે આ બેગ મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. આ ઉપરાંત બેગને વધારે આકર્ષક બનાવવા માટે તેના પર હાથવણાટ ભરતકામ કરી મોતાી લગાવવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે લોકો દ્વારા તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ બેગનું વેચાણ પણ ભારે પ્રમાણમાં થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details