પશ્ચિમ બંગાળઃ બિષ્ણુપુરના પેટા વિભાગીય અધિકારી માનસ મંડલને તેનો પહેલો વિચાર આવ્યો હતો. પ્લાસ્ટિકની બોટલોમાં થેલી ભરીને તેને મજબુત કરી તેનો ઈંટ તરીકે ઉપયોગ થાય છે.
સબ ડિવીઝનલ અધિકારી માનસ મંડલે ઈટીવી ભારત સાથે વાત કરતાં કહ્યુ હતું કે, “શરૂઆતમાં અમે આ પર્યાવરણને ફાયદાકારક ઇંટો બનાવવા માટે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. બિષ્ણુપુર શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓને આ વિચાર સાથે અવગત કરાયા. તેઓ અમારી સાથે સહેલાઇથી સંમત થયા હતા. ધીરે ધીરે આજુબાજુના ગામોમાં અભિયાનનો ફેલાવો કરાયો. ત્યાંથી પણ પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહક હતો, ”
એકવાર બોટલમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક ભરી દીધા પછી તે મજબુત બની જાય છે. જેનો ઉપયોગ બાંધકામમાં કરાઈ છે. એકવાર સફળ થયા પછી તેમણે આ અંગે જાગૃતિ લાવવાનું શરુ કર્યુ હતું.
પશ્ચિમ બંગાળના અધિકારીએ પ્લાસ્ટિક બોટલો શોધ્યો જબરજસ્ત તોડ ! મંડલના પુત્રએ જણાવ્યુ હતું કે“એકવાર અમે બિષ્ણુપુર શહેરની શાળાઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં સફળ થયા પછી, અમે ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મોટાભાગના ગામો ખેતી પર આધારીત છે. પ્લાસ્ટિક ખેતીલાયક જમીન માટે ખતરારૂપ છે. અમારું અભિયાન પહેલેથી જ ગામની શાળાઓમાંથી સારી સંખ્યામાં ઇકો-ઇંટો મળી રહી છે. અમને ફક્ત આશા છે કે ઇકો-ઇંટો સિંગલ-યુઝ પ્લાસ્ટિકના પ્રચંડ ઉપયોગને ઘટાડે છે. "
માનસ મંડલે તેમના કમ્પાઉન્ડને સુશોભિત કરવા માટે આ ઈકો ઈંટોનો ઉપયોગ કર્યો હતો. બાંધકામ દરમિયાન કમ્પાઉન્ડ પરના ઝાડને ઢાંકી દેવાયા હતાં. ઇકો ઇંટોનો ઉપયોગ એસડીઓ કચેરીમાં બેઠક વ્યવસ્થા બનાવવા માટે પણ કરવામાં આવ્યો હતો. નકામી બોટલો ઇકો-ઇંટોનો આધાર છે. આ બોટલોની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓ ભરાવામાં આવે છે જે ઈંટ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ પ્લાસ્ટિકની બોટલ-ઇંટોનો ઉપયોગ બાંધકામમાં થાય છે. બિષ્ણુપુર પેટા વિભાગીય વહીવટીતંત્રે સૌથી પહેલાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ વિભાગમાં ઇકો-ઇંટો પર અભિયાન શરૂ કર્યું છે.