નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જી.સી. મુર્મૂને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણીમાં લગતાં સમયને સંબંધિત આપેલા નિવેદન પર ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું હતું કે, ચૂંટણી પંચ સિવાય તમામ અધિકારીએ આ પ્રકારના નિવેદન આપવા જોઈએ નહીં.
બંધારણમાં પણ ચૂંટણીનો સમય નક્કી કરવાનો અધિકાર માત્ર ચૂંટણી પંચને જ અપાયો છે. આ પ્રકારનું નિવેદન એ ચૂંટણી પંચના બંધારણીય અધિકારમાં હસ્તક્ષેપ કરવા સમાન છે.
મુર્મૂના નિવદેન પર નારાજગી વ્યક્ત કરતાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, બંધારણમાં ચૂંટણી નક્કી કરવાનો એકમાત્ર અધિકાર ચૂંટણી વિભાગનો છે. ચૂંટણી પંચે ગત વર્ષે નવેમ્બર અને આ વર્ષે જૂન મહિનામાં ચૂંટણીને લઈને મુર્મૂએ આપેલા નિવેદનની વાત કરી હતી.
ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીનો સમય નક્કી કરતાં પહેલા મોસમ, ભૌગોલિક સ્થિતિ, ક્ષેત્ર અને સ્થાનિક ઉત્સવોથી પેદા થનાર સંવેદનશીલતા સહિતના પ્રાસંગિક કારણોનું ધ્યાન રાખાવામાં આવે છે. જેમ કે, હાલ, કોરોના મહામારી કારણે ઉભી થયેલી પરિસ્થિતિ. જેમાં નિયત સમયમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કરતાં પહેલા બધી બાબતોની કાળજી લેવામાં આવે છે.
નોંધનીય છે કે, માર્ચમાં વકરેલા કોવિડ-19 કારણે દેશવ્યાપી લોકડાઉનના કારણે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણી મોકૂફ રાખી હતી. સાથે જ એક સંસદીય મત વિસ્તાર સહિત આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીને રદ કરી હતી.