ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીના ભાષણની તપાસ થશે, આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ - bjp

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય ચૂંટણી પંચ વડાપ્રધાન મોદી વિરુદ્ધ મળેલી ફરિયાદ પર તપાસના આદેશ આપશે, રાજસ્થાન ચૂંટણી પંચના વિભાગે વડાપ્રધાન મોજીના બાડમેરમાં આપેલા ભાષણો પર રિપોર્ટ તૈયાર કર્યો છે.

file

By

Published : Apr 30, 2019, 12:00 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો બાડમેરની ચૂંટણી સભામાં મોદીના ભાષણો વિશે તથ્યાત્મક રિપોર્ટ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં આપેલી વિગતો મુજબ જોઈએ તો વડાપ્રધાન મોદીના ભાષણા અક્ષરશ: અંશ તથા આચાર સંહિત ઉલ્લંઘન સંબંધિત મુદ્દાસર જાણકારી મોકલી આપવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો હતો
ભારતીય ચૂંટણી પંચે મોદી વિરુદ્ધ ફરિયાદ મળતા ભાષણની કોપી માંગી હતી. આ અંગે ચૂંટણી પંચે બાડમેરમાં આપેલા ભાષણની પણ કોપી માંગી છે.

વડાપ્રધાન મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાડમેરમાં ભાજપ ઉમેદવાર કૈલાશ ચૌધરીના સમર્થનમાં એક સભાને સંબોધન કર્યું હતું.

શું કહ્યું હતું વડાપ્રધાને અહીં ભાષણમાં
મોદીએ સભામાં કથિત રીતે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાનથી ડરવાની નીતિ છોડી દીધી છે. આ બરોબર કર્યુંને મેં ? ગમે ત્યારે એવું કહેતા હતા કે, અમારી પાસે ન્યુક્લિયર બટન છે. આવું કહેતા હતા આપણા અખબારવાળા પણ આવું કહેતા હતાં કે, પાકિસ્તાન પાસે ન્યુક્લિયર છે તો શું આપણી પાસે શું છે, દિવાળી માટે રાખ્યા છે શું ?

વડાપ્રધાન મોદીએ ભાષણમાં સેનાનું સન્માન અને રાષ્ટ્રીય સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસની ફરિયાદ
સભાના બીજા જ દિવસે કોંગ્રેસે વડાપ્રધાનના ભાષણ પર વાંધો ઉઠાવતી ફરિયાદ ચૂંટણી પંચમાં આપી ફરિયાદ દાખલ કરી હતી.

કોંગ્રેસનો આરોપ છે કે, વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં સતત આચાર સંહિતા ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમાં તેઓ ભાષણમાં સતત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દોનો ઉલ્લેખ કરતા રહે છે.

ABOUT THE AUTHOR

...view details