આપને જણાવી દઈએ કે, આ બંને નેતાઓ પોત પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન સભામાં એવી વાત કહી હતી જેમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હતું. યોગી આદિત્યાનાથે કહ્યું હતું કે, તેમની પાસે અલી છે તો અમારી પાસે બજરંગ બલી છે.
યોગી-માયાવતીને સુપ્રીમની ફટકાર, ચૂંટણી પ્રચારમાં આંશિક પ્રતિબંધ - campaining
નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી પર સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરી છે. યોગી આદિત્યનાથને ચૂંટણી પ્રચારમાં ત્રણ દિવસ તથા માયાવતીને બે દિવસ માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
design photo
આ જ રીતે માયાવતીએ પણ કહ્યું હતું કે, મુસલમાનોએ પોતાના મત વેડફવા ન જોઈએ. તેમને સપા અને બસપાને જ મત આપવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો કોંગ્રેસને મત આપશો તો તમારો મત બરબાર થશે.
આ નિવેદનોને લઈ બંને નેતાઓ પર ફરિયાદ થઈ હતી. જો કે, યોગીએ કહ્યું હતું કે, હવે પછી આવું નિવેદન નહીં આપીએ. માયાવતીએ પણ પંચ સામે જવાબ આપ્યો હતો.