વિધાનસભા અને પેટાચૂંટણીઓમાં Exit Poll પર પ્રતિબંધ - વિધાનસભા ચૂંટણી
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 17 રાજ્યોની પેટાચૂંટણીમાં એક્ઝીટ પૉલ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે.
ec ban on exit polls
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી તથા 17 રાજ્યોની અલગ અલગ વિધાનસભા પર પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 સીટ પર મતદાન થવાનું છે. આ જ ક્રમમાં ગુજરાતમાં પણ 6 બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.