નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે બંને દેશો વચ્ચે કોર કમાન્ડર-સ્તરની વાતચીતનો ત્રીજો તબક્કો શરૂ થશે. મળતી માહિતી મુજબ આ વાતચીત આજે સવારે 10.30 કલાકે લદ્દાખના ચુશુલમાં થશે. પ્રથમ બે બેઠકો મોલ્દોમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની ચીન બાજુએ થઈ હતી. બીજા તબક્કાની વાતચીત 22 જૂને થઈ હતી.
તણાવને લઈ ભારત-ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે ચુશૂલમાં વાતચીત શરૂ - ગલવાન ઘાટી
ભારત-ચીન સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે મંગળવારે બન્ને દેશો વચ્ચે કોર કમાન્ડર-સ્તરની વાતચીતનો ત્રીજો તબક્કો શરૂ થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે બંને પક્ષો 6 જૂને વાતચીતના પહેલા તબક્કામાં પહોંચેલા કરારના અમલીકરણ અંગેની અપેક્ષા રાખે છે. વાતચીતમાં ભારતનું નેતૃત્વ 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંઘ કરશે. જ્યારે ચીની ટીમનું નેતૃત્વ તિબેટ લશ્કરી જિલ્લાના કમાન્ડર કરશે.
15 જૂને ગલવાન ઘાટીમાં અથડામણ બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીની સૈનિકોએ પથ્થર, લોખંડની રોડ અને ખીલ્લા વાળા પાઈપથી હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણ પછી, બંને પક્ષોએ મેજર-જનરલ સ્તરની વાટાઘાટોના ઓછામાં ઓછા ત્રણ તબક્કા યોજ્યા હતા, જેથી બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો થાય તેવા માર્ગો શોધી શકાય.