ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ મુંબઇથી 102 કિમી દૂર - Palghar district

મુંબઇ સહિત દેશના પશ્ચિમી વિસ્તારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપના આંચકા સવારે 8 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનો કેન્દ્ર મુંબઇથી 102 કિમી દૂર છે.

ભૂકંપ
ભૂકંપ

By

Published : Sep 7, 2020, 10:41 AM IST

મુંબઇ: મુંબઇ સહિત દેશના પશ્ચિમી વિસ્તારમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપના આંચકા સવારે 8 વાગ્યે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મુંબઇથી 102 કિમી દૂર છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઇ હતી. ભૂકંપમાં કોઇ નુકસાન થવાના સમાચાર સામે નથી આવ્યા.

આ જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા અપાઈ છે. આ અગાઉ મહારાષ્ટ્રના મુંબઇમાં ગત શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં છે. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. જ્યારે નાસિકમાં મોડી રાત્રે 11 કલાક અને 41 મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 4 માપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details