નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કટરામાં સવારે 4 ને 55 મિનિટ પર ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. જોકે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૂર્વ કટરાથી 88 કિમી દૂર સ્થિત હતું.
જમ્મુ-કાશ્મીર: કટરામાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપ - જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરના કટરામાં 3.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
જમ્મુ-કાશ્મીર
આપને જણાવી દઇએ કે થોડા સપ્તાહ પહેલાં દેશનાં કેટલાંય રાજ્યમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ગત રોજ ગુરુવારે રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. હાલમાં જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જેમાં ભૂંકપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. આ પહેલાં અરૂણાચલ પ્રદેશ અને હિમાચલમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયાં હતાં.